ખાનાય ગુજરાત રાજયના કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકાનું એક સુંદર મજાનો રળિયામણું ગામડું છે.આ ગામમાં ઘણી બધી જાતિઓના લોકો વસવાટ કરે છે .બધા લોકો ભાઈચારા થી રહે છે.જે જીલ્લા મથક ભુજથી ૭૫ કી.મી. દુર આવેલું છે.
દબાણ (૪ કી.મી.) બાલાપર (૫કિ.મી.) ભારાપર (૬ કી.મી.) કરીયા (૭ કિ.મી.) બાંડિયા (૭ કી.મી.) જે ખાનાય ગામની નજીકના ગામડાઓ છે.માંડવી,ભુજ,નખત્રાણા,આદિપુર જેવા નજીકના શહેરો છે.
ખાનાય ગામના પ્રસિદ્ધ મંદિરો
(૧) શ્રી રામદેવજી મહારાજનું મંદિર
ખાનાય ગામમાં શ્રી રામદેવજી મહારાજ નું મંદિર આખા કચ્છ જીલ્લાનું પ્રખ્યાત મંદિર પૈકી એક છે. અહી આવતા યાત્રીઓ માટે રહેવા-જમવા માટેની ખુબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહી દર ભાદરવા મહિનામાં એકમ થી દશમ સુધી રામદેવજી મહારાજની નવરાત્રીનો કાર્યકમ રાખવામાં આવે છે.
(૨) વીર જસરાજ દાદાનું મંદિર
(૩) શ્રી હનુમાન દાદાનું મંદિર
(૪) નાગનાથ મહાદેવનું મંદિર